પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના 2025: યુવાનોને પહેલી નોકરી પર ₹15,000 મળશે કેવી રીતે?
દેશના યુવાનો માટે નોકરી અને રોજગાર જેવો પ્રશ્ન સૌથી મોટો બની રહ્યો છે, ત્યારે લાલ કિલ્લા પરથી 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી – પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના. આ યોજના ખાસ કરીને તેઓ માટે છે જેઓ પહેલી વાર નોકરી શરૂ કરે છે અને EPFOમાં પહેલી વાર નોંધાયેલ છે. સરકારના મુજબ કુલ ₹1 લાખ કરોડના બજેટ સાથે આ યોજના શરૂ કરવામાં આવી રહી છે અને આશરે 3.5 કરોડ યુવાનોને તેનો સીધો લાભ મળશે.
આ યોજના શું છે અને શા માટે ખાસ છે?
આ યોજના અંતર્ગત, દેશના ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી શરૂ કરનાર યુવાઓને સરકારની તરફથી ₹15,000ની આર્થિક સહાય આપવામાં આવશે. આ સહાય સીધા યુવાનોને નહીં પરંતુ તેમની નોકરી\માં જોડાયેલા EPFO અકાઉન્ટ દ્વારા આપવામાં આવશે. સૌથી મહત્વની વાત – આ માટે યુવાઓએ કોઈ અલગથી અરજી કરવાની જરુર નથી.
કોણ લાભ મેળવી શકશે?
આ યોજનાનો લાભ તે જ લોકોને મળશે જેઓ પહેલી વાર નોકરી શરૂ કરે છે અને તેમનું નામ EPFO (Employees Provident Fund Organisation) માં પ્રથમ વખત નોંધાય છે. તેમની મહિના દીઠ સેલેરી ₹1 લાખથી ઓછી અથવા સર્વાધિક ₹1 લાખ સુધી હોવી જરૂરી છે. જો તમે ₹15,000, ₹25,000 કે ₹50,000 સેલેરી પર છો – તમે હજુ પણ પાત્ર ગણાઈ શકો છો.
₹15,000 કેવી રીતે મળશે?
આ રકમ એક સાથે નહીં મળે. બે તબક્કામાં સરકાર આ મદદ કરશે.
-
6 મહિના પૂરાં થયા પછી – પહેલી કિસ્ટ.
-
12 મહિના પૂરાં થયા પછી અને ફાઇનાન્સિયલ લિટરેસી પ્રોગ્રામ complete કર્યા પછી – બીજી કિસ્ટ.
એટલે કામ શરૂ કર્યું અને એક મહિના પછી પૈસા અપેક્ષા રાખવી યોગ્ય નથી. નિયમિત રૂપથી છ મહિના EPFO સાથે જોડાયેલા હોવું જરૂરી છે.
સમયગાળો – ક્યારે સુધી નોકરી કરનારને લાભ મળશે?
આ યોજના 1 ઓગસ્ટ 2025 થી શરૂ થશે અને 31 જુલાઈ 2027 સુધી ચાલશે. એટલે કે, આ બે વર્ષની અંદર જે કોઈ પહેલી વાર નોકરી શરૂ કરશે તેને જ આ યોજના માટે પાત્ર માનવામાં આવશે. જો કોઈ યુવક પહેલેથી EPFOમાં રજિસ્ટર્ડ હશે તો તે પાત્ર નહીં ગણાય. પરંતુ જો તેણે ક્યારેય EPFOમાં નામ નોંધાવ્યું જ નથી – તો તે પાત્ર ગણાશે.
અરજી કરવાની જરૂર છે કે નહીં?
યુવાનો માટે સૌથી સારા સમાચાર એ છે કે આ યોજના માટે કોઈ અલગથી ફોર્મ ભરવું કે ઓફિસમાં દોડધામ કરવાની જરૂર નથી. જ્યારે તમે પહેલી વખત કોઈ એવી કંપનીમાં નોકરી શરૂ કરો છો જ્યાં તમારું PF કટે છે અને તમારું EPFOમાં પહેલું રજિસ્ટ્રેશન થાય છે – ત્યારે આપમેળે તમારું નામ આ યોજના સાથે જોડાઈ જશે.
કંપનીઓને શું મળશે?
ફક્ત યુવા જ નહીં – સરકાર કંપનીઓને પણ પ્રોત્સાહન આપશે.
કંપનીઓને દરેક નવા EPFO રજિસ્ટર્ડ કર્મચારી પર દર મહિને ₹3,000 સુધીની સબસિડી મળશે અને તે પણ 2 વર્ષ સુધી. જો કંપની મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં છે તો આ સબસિડી ત્રીજા કે ચોથા વર્ષ સુધી પણ લંબાઈ શકે છે. શરત એક જ – કર્મચારી ઓછામાં ઓછા 6 મહિના સુધી ચાલુ નોકરીમાં હોવો જોઈએ.
પાત્રતા – કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે?
પાંચ મુખ્ય બાબતો યાદ રાખવા જેવી છે:
-
પહેલી નોકરી હોવી જોઈએ.
-
PF માટે તમારું પ્રથમ વખત EPFO રજિસ્ટ્રેશન હોવું જોઈએ.
-
મહિના દીઠ સેલેરી ₹1 લાખથી ઓછી હોવી જોઈએ.
-
નોકરી 1 ઑગસ્ટ 2025થી 31 જુલાઈ 2027 વચ્ચે શરૂ થયેલી હોવી જોઈએ.
-
EPFO સાથે ઓછામાં ઓછા 6 મહિના સતત જોડાયેલા હોવા જોઈએ.
ગુજરાતના યુવાનો માટે શું મહત્વ?
ગુજરાતમાં MSME, ટેક્સટાઈલ, કેમિકલ, ડાયમંડ અને IT સેક્ટર જેવા ક્ષેત્રોમાં યુવાનો મોટી સંખ્યામાં રોજગાર શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં આ યોજના ગુજરાતના હજારો યુવાનો માટે નવો મોકો બની શકે છે. ખાસ કરીને સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ભરૂચ જેવા શહેરોમાં નવા EPFO રજિસ્ટર્ડ યુવાઓ સીધો લાભ લઈ શકશે.
છેલ્લે જાણો – તમારા માટે મુખ્ય સંદેશ શું છે?
જો તમે અભ્યાસ પૂરો કરીને પહેલી નોકરી શોધી રહ્યા છો કે નવું કરિયર શરૂ કરવા વિચારી રહ્યા છો – તો આ યોજના તમને માટે ગોલ્ડન ચાન્સ બની શકે છે. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી, કોઈ દોડધામ નથી – માત્ર EPFO સાથે પહેલી વાર જોડાવું છે અને 6 મહિના સુધી નિયમિત નોકરીમાં રહેવું છે. આ પછી સરકાર સીધું લાભ આપશે.

Comments
Post a Comment