Facebook પર મહિનાના લાખો રૂપિયા કેવી રીતે કમાઈ શકો છો
મિત્રો ફેસબુક દ્વારા અત્યારે એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં તમે facebook ના અલગ અલગ માધ્યમથી મહિનાના લાખો રૂપિયા સુધી કમાઈ શકો છો. જેમ કે સ્ટોરી પોસ્ટ કરીને, રીલ બનાવીને લોંગ વિડીયો બનાવીને ટેક્સ્ટ પોસ્ટ કરીને.
મિત્રો ફેસબુક જ્યારે નવું નવું લોન્ચ થયું હતું ત્યારે તેનો ક્રેઝ ખૂબ જ હતો પરંતુ જ્યારથી instagram અને whatsapp માર્કેટમાં આવ્યા ત્યારથી facebook ને લોકો ઇગ્નોર કરવા લાગ્યા છે. પરંતુ ફેસબુકને એવા લોકો ઇગ્નોર કરે છે જે લોકો પોતાની લાઈફ અને પોતાના એકાઉન્ટને પ્રાઇવેટ રાખવા માંગતા હોય. પરંતુ જે લોકો ઓનલાઇન પૈસા કમાય છે એવા લોકોની પહેલી પસંદ તો ફેસબુક જ હોય છે.
આજના જમાનામાં લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી મહિનાના લાખો રૂપિયાથી માંડીને કરોડો રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે બધા પ્લેટફોર્મ માટે પૈસા કમાવા માટેની અલગ અલગ પદ્ધતિ હોય છે જેમકે youtube માં જો તમે ઓનલાઈન પૈસા કમાવા માંગતા હો તો એના માટે તમારે પોતાનું ચેનલ મોનિટાઇઝ કરવું પડે છે અને youtube માં ચેનલ મોનિટાઇઝ કરવા માટે ઓછામાં ઓછા 1000 ફોલોવર્સ અને 4000 કલાકનો વોચ ટાઇમ છેલ્લા 365 દિવસમાં કમ્પ્લીટ થયેલો હોવો જોઈએ આ ઉપરાંત એમાં તમારો પોતાનો વિડીયો અથવા તો પોતાનો ઓરીજનલ અવાજ હોવો જોઈએ તો જ youtube દ્વારા તમારું ચેનલ મોનિટાઇઝ કરવામાં આવે છે. 
Instagram દ્વારા પણ તમે પૈસા કમાઈ શકો છો પરંતુ instagram માં જો તમારે મિલિયનમાં ફોલોવર્સ છે તો પણ instagram તમને ડાયરેક્ટ એક રૂપિયો પણ આપતું નથી જો તમારે લાખો મિલિયનમાં ફોલોવર છે તો એના માટે કોઈ મોટી મોટી કંપનીની એડવર્ટાઇઝ કરીને તમે પૈસા કમાઈ શકો છો.
અહીંયા ફેસબુક દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં તમારે માત્ર 0 ફોલોવર્સ છે તો પણ તમે પૈસા કમાવાનું શરૂ કરી શકો છો અને તમે અલગ અલગ માધ્યમથી પૈસા કમાઈ શકો છો રોજની એક રીલ મુકીને રોજનો એક ફોટો મૂકીને રોજનું એક લોંગ વિડીયો બનાવીને જે તમને યોગ્ય લાગે એ તમે પોસ્ટ કરીને પૈસા કમાઈ શકો છો તમે માત્ર ટેક્સ્ટ લખીને પણ પૈસા કમાય છે શકો છો જેમ કે એમ સુવિચાર જોક્સ શાયરી વાર્તા આવું બધું લખીને પણ તમે પૈસા કમાઈ શકો છો. તો ચાલો મિત્રો આ facebook ના નવા કોન્ટેક્ટ મોનેટાઈઝેશન વિશે ડિટેલમાં સમજીએ.
How to earn through In-Stream ads on Facebook videos
જો મિત્રો તમે facebook ઉપર લાઈવ આવો છો તો જ્યારે તમારો લાઈવ શરૂ હશે ત્યારે લોકોને તેમાં લાઈવ ની વચ્ચે વચ્ચે એડવર્ટાઇઝ દેખાશે તો આ એડવર્ટાઇઝની કમાણી તમને થશે. તો જો મિત્રો માત્ર તમે લાઈવ કરતા હો તો પણ તમે અહીંથી મહિનાના સારા એવા પૈસા કમાઈ શકો છો.
Ways to monetize your short videos with ads on Facebook reels
મિત્રો તમે facebook ઉપર રીલ બનાવો છો અથવા તો શોર્ટ વિડીયો બનાવો છો તો એના થકી પણ તમે પૈસા કમાઈ શકો છો. જ્યારે તમારી રેલ્સ લોકો જોશે ત્યારે એમાં વચ્ચે વચ્ચે એમને એડ્સ જોવા મળશે તો એ ads ના પૈસા તમને મળશે. 
How to make money with Facebook content monetization features
મિત્રો ફેસબુક ઉપર તમે સ્ટોરી પોસ્ટ કરો તો પણ તમને પૈસા મળશે, ફોટો તમારો મૂકશો તો પણ તમને પૈસા મળશે, લોંગ વિડિયો અપલોડ કરો તો પણ પૈસા મળશે, રીલ બનાવો તો પણ પૈસા મળશે, facebook ઉપર લાઈવ કરો તો પણ તમને પૈસા મળશે અને તમે માત્ર ટેક્સ્ટ લખો એટલે કે શાયરી, જોક્સ, વાર્તા કે કાંઈ પણ તમારા મનમાં કાંઈ પણ આવે તે અહીં લખશો તો એ પણ તમારું મોનિટાઇઝ થશે એના પણ તમને પૈસા મળશે. અને મિત્રો સૌથી મજાની વાત તો એ છે કે અહીં તમે ઝીરો ફોલોવર્સ હોય તો પણ તમે પૈસા કમાવવાનું શરૂ કરી શકો છો.
How to Apply for Facebook Content Monetization features
Facebook ના કોન્ટેક્ટ મોનિટાઇઝેશન માટે મોર્તાઈઝેશન માટે એપ્લાય કરવા તમારે કાંઈ પણ કરવાનું નથી સૌપ્રથમ તો તમારે પોતાનું એકાઉન્ટ પર્સનલમાંથી પ્રોફેશનલમાં ફેરવી નાખવાનું છે અથવા તો તમે નવું પેજ પણ બનાવી શકો છો. તમારું એકાઉન્ટ પર્સનલમાંથી પ્રોફેશનલ માં ફેરવી નાખો ત્યાર પછી તમને પ્રોફાઈલની નીચે Professional Dashboard નામનો એક ઓપ્શન જોવા મળશે. એની ઉપર ક્લિક કરશો એટલે તમને ફેસબુકના ઘણા બધા ઓપ્શન જોવા મળશે એમાં નીચે તમે સ્ક્રોલ કરશો એટલે facebook કોન્ટેક મોનેટાઈઝેશન નામનો ઓપ્શન તમને જોવા મળશે. Facebook કોન્ટેક્ટ મોનિટાઈઝેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે કાંઈ નથી કરવાનું જો તમને પૈસા કમાવા માંગતા તમારે માત્ર I'm Interested એની પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલું કર્યા પછી મિત્રો તમારે કાંઈ પણ કરવાનું નથી જ્યારે તમારું એકાઉન્ટ facebook કોન્ટેક મોનિટાઈઝેશન માટે સિલેક્ટ થઈ જશે ત્યારે facebook તમને એક ઇમેલ મોકલશે અને ત્યાર પછી તમારે એમાં પોતાની ડીટેલ ભરીને સાઈન અપ કરવાનું રહેશે. 
મિત્રો અત્યારે ઘણા બધા ક્રિએટરો છે કે જેમના માત્ર 100 200 500 કે હજાર જેવા ફોલોવર છે તો એમને પણ facebook કોન્ટેક મોનિટાઈઝેશન ટૂલ ઈનેબલ કરી રહ્યું છે. તમે એક વાતનું ખાસ ધ્યાન રાખજો જો તમે અહીં પૈસા કમાવા માટે આવ્યા છો તો અહીં તમારે રેગ્યુલર લેવું પડશે. જેમ કે તમારે દરરોજનું એક ટાઈમ ટેબલ બનાવવું પડશે, જેમ કે જો તમે એક દિવસની પાંચ પોસ્ટ કરો છો તો તમારે દરરોજ પાંચ પોસ્ટ કરવી પડશે અને જો તમે દિવસની એક પોસ્ટ કરો છો તો તમારે ડેલી રોજની એક જ પોસ્ટ કરવાની. જો તમે એક દિવસની 50 પોસ્ટ કરી શકો છો તો તમારી રોજને 50 પોસ્ટ કરવી પડશે. આમ મિત્રો જો તમે રેગ્યુલર રહેશો તો facebook તમારા જે પોસ્ટ વિડીયો રહીને વધુ વાયરલ કરશે અને જેના કારણે તમારે વધુમાં વધુ આવક થશે. Facebook નો એવો કોઈ નિયમ નથી કે તમારે એટલી પોસ્ટ દરરોજ કરવાની જ પરંતુ ફેસબુકને એક સાઈન એવો જાય છે કે તમે facebook ઉપર એક્ટિવ છો અને સિરિયસલી કામ કરી રહ્યા છો.

Comments
Post a Comment